નવી દિલ્હી: ભારત સરકારે વિચાર્યું પણ નહીં હોય કે કોરોના વાઈરસનું આક્રમણ ચીનથી નહીં પરંતુ યુરોપથી થઈ શકે છે. આ જ કારણે યુરોપથી આવતા મુસાફરો પર ક્યારેય ધ્યાન અપાયું નહીં. પણ સૂત્રોના જણાવ્યાં મુજબ દિલ્હી એરપોર્ટ પર આવેલા 21 ઈટાલીના નાગરિકોમાંથી 15 નાગરિકો કોરોના વાઈરસથી સંક્રમિત જોવા મળ્યાં છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ તમામ પોઝિટિવ મુસાફરોને સીધા આઈટીબીપીના છાવલા કેમ્પ મોકલી દીધા છે.
આ મામલે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે કેમ્પમાં રાખવામાં આવેલા તમામ 15 મુસાફરોના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલી દેવાયા છે. એનઆઈબી પુણેથી ફાઈનલ રિઝલ્ટ આવ્યાં બાદ જ સત્તાવાર માહિતી મળી શકશે.
આ ઉપરાંત ગત રાતે જયપુરમાં પણ ઈટાલીનો એક પ્રવાસી કોરોના વાઈરસથી સંક્રમિત જોવા મળ્યો છે. આ વ્યક્તિને સુરક્ષા કારણોસર સવાઈ માનસિંહ હોસ્પિટલમાં તપાસ માટે રાખવામાં આવ્યો છે.
જુઓ LIVE TV
નોઈડામાં 6 સંદિગ્ધોના સેમ્પલ નેગેટિવ મળ્યા
આ બાજુ એક રાહતના સમાચાર પણ આવ્યાં છે. યુપીના નોઈડામાં કોરોના વાઈરસના 6 સંદિગ્ધોના નમૂના તપાસમાં નેગેટિવ આવ્યાં છે. પરંતુ ડીએમના જણાવ્યાં મુજબ આ તમામને 14 દિવસ સુધી ડોક્ટરોની નિગરાણીમાં રાખવામાં આવશે. ચિંતાની કોઈ વાત નથી. આવું એટલા માટે કારણ કે જો સંદિગ્ધોમાં કોઈ લક્ષ્ણ કદાચ જોવા પણ મળે તો તેની તરત સારવાર થઈ શકે. આ બધા કોરોના વાઈરસથી પીડાતા દર્દી સંલગ્ન હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે